Posts

Showing posts from July 15, 2018

અમીર ના દિલની 'અમીરી'

Image
ઘણીવાર એવું થાય છે કે માણસ પૈસાથી અમીર બને છે પણ વિચારોથી ગરીબ બનવા લાગે છે આજે એ જ વાત પ્રસ્તુત કરતી એક વાર્તા અહીં કહેવામાં આવે છે એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા... બધો સામાન ખરીદી લીધા પછી - એક લાચાર મજૂરને બોલાવ્યો. એની - આધેડ ઉંમર, ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી, મેલાંદાટ કપડાં અને, દૂરથી ગંધાતો એનો પરસેવો... એની સંઘર્ષમય જિંદગીને 'બેનકાબ' કરતા હતા... આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી... પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી ! કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી... એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો. એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને... રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા ! દંપતી ઘરે પહોંચ્યું.. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ... પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું - "હું તમને કાયમ કહું છું કે - અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું... છતાં, તમારામાં અક્કલનો છાંટો નથી ...